નવી દિલ્હી : કેનેડાના ક્યૂબેકમાં એક વ્યક્તિએ ઘણા લોકોને તીક્ષ્ણ હથિયારથી ઘાયલ કર્યા છે. જેમાંથી બે લોકોનાં મોત નીપજ્યાં છે. અહેવાલમાં જણાવાયું છે કે, હુમલાખોરે ‘મધ્યકાલીન’ કપડાં પહેર્યા હતા.
શનિવારે રાત્રે આ વ્યક્તિએ ઘણા લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલો સંસદ હિલ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે લોકોને તેમના ઘરે રહેવાની અપીલ કરી છે.
આ ઘટના પછી તરત જ એક 20 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક સમય મુજબ આ હુમલાની ઘટના આશરે 10.30 ની આસપાસ હોવાનું જણાવાયું છે. આ ઘટના બાદથી ક્યુબેક સંસદ ભવનની બહાર પોલીસ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા ગુરુવારે પણ ફ્રાન્સના નાઇસ શહેરમાં આવી જ ઘટના બની હતી. જ્યારે હુમલો કરનારે છરી વડે એક મહિલાનું માથું કાપી નાંખ્યું હતું અને ચર્ચની બહાર 2 લોકોની હત્યા કરી હતી.