બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેમની મંગેતર કેરી સાયમન્ડ્સે 29 એપ્રિલના રોજ પુત્રનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોનસન રાખ્યું છે. કેરીએ ઈંસ્ટાગ્રામ ઉપર આ જાણકારી આપી છે તેણે કહ્યું છે કે, નિકોલસ અમે એ બે ડોક્ટરોના નામ પરથી લીધુ છે જેઓએ કોરોના સંક્રમિત બોરિસનો જીવ બચાવ્યો છે. જોનસનના દાદા ઉપરથી પહેલું નામ વિલ્ફ્રેડ અને મારા પિતા ઉપરથી લોરી નામ લેવાયું છે. કેરીએ NHS ના મેડીકલ સ્ટાફનો આભાર માન્યો છે તેણે કહ્યું કે હું હવે આનાથી વધારે ખુશ થઈ શકુ તેમ નથી. જે બે ડોક્ટરના નામનો કેરીએ ઉલ્લેખ કર્યો છે તેના નામ નિક પ્રાઈસ અને નિક હાર્ટ છે. જોનસન પ્રથમ પત્ની મરીનાથી અલગ થઈ ચૂક્યા છે. 2019ની શરૂઆતમાં બોરિસ અને સાયમન્ડ્સના સંબંધોની ચર્ચા મીડિયામાં આવી હતી. થોડા સમય પછી તેઓ પ્રધાનમંત્રી બન્યા. કેરી ડાઉનિંગ સ્ટ્રીટના પ્રધાનમંત્રી હાઉસમાં બોરિસ સાથે રહેવા લાગી. કેરી અને બોરિસ પ્રથમ એવું કપલ છે જે લગ્ન વગર પ્રધાનમંત્રી હાઉસમાં રહે છે.