ગર્ભવતી મહિલાઓ અને નવી માતાઓમાં ચિંતા અને ડિપ્રેશનનો દર કોરોનાકાળમાં વધી ગયો છે. આ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સંશોધકોએ 900 મહિલાઓ સાથે વાત કરી. તેમાંથી 520 મહિલાઓ ગર્ભવતી હતી અને 380 મહિલાઓએ થોડા સમય પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો. સંશોધકોને જાણવા મળ્યું કે, મહામારી દરમિયાન ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશનનાં લક્ષણો 15% થી વધીને 41% થઈ ગયા છે.
એંક્ઝાયટીનો દર 29% થી વધીને 72% થઈ ગયો છે. મહામારી દરમિયાન આ દરમાં વધારો થવાનું કારણ ફિઝિકલ આઈસોલેશન, ઘરના કામકાજમાં વધારો અને દિવસ-રાત બાળકોની સંભાળ રાખવાનું છે. આ બધા કારણોની ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના મગજ પર પર નકારાત્મક અસર પડી છે. આ રિસર્ચમાં ભાગ લેનારી મોટાભાગની મહિલાઓ વર્કિંગ વુમન અને ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે. જો કે, મહામારી પહેલાં તેમની માનસિક સ્થિતિ સારી હતી. પરંતુ કોરોનાકાળમાં તેમની મેન્ટલ હેલ્થ પર વધુ ખરાબ અસર થઈ છે.