પાકિસ્તાનમાં 14 મી જૂને એક પત્રકાર પરિષદ યોજાયી હતી. ખૈબર પખ્તુન્ખાવા પ્રાંતની એસેમ્બલીએ કેટલાક નિર્ણયો લીધા હતા. તે નિર્ણયો વિચે જાણકારી આપવા મંત્રીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી. સૂચના મંત્રી શૌકત યુસુફઝાઈ અને તેમના મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતાં. સમય સોશ્યિલ મીડિયાનો છે. તેથી આ પ્રેસ કોન્ફરન્સ લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા ટીમ તરફથી અહીં એક મોટી ભૂલ થયી. ચાલુ સ્ટ્રીમિંગ માં કેટ ફિલ્ટર ચાલુ રહી ગયું. અને મંત્રી બિલાડી જેવા દેખાવા લાગ્યા. સ્ક્રીન શોર્ટ્સ નો જમાનોછે. આ ફેસબુક લાઇવ સ્ક્રીન જોતા લોકોએ સ્ક્રીન શોર્ટ્સ લઇ લીધા અને સોશ્યિલ મીડિયા પાર ટ્રોલ કરવા લાગ્યા.
કોઈકે કહયું કે કેટ ફિલ્ટર હટાઓ મંત્રી બિલાડી બની ગયા છે. તો કોઈકે કહયું ખૈબર પખ્તુન્ખાવાની સોશ્યિલ મીડિયા ટીમ મુજબ હવે કેબિનેટમાં એક બિલાડી પણ છે.
વાત વધતા પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ પાર્ટીએ બયાન જારી કરી ફિલ્ટર ઓન રેહવાની ભૂલ ને માનવીય ભૂલ બતાવા અને આગળ થી ધ્યાન રાખવાનો વાદો કરી વાત ને થાળે પડી.