સોશિયલ મીડિયા પર લોકોના ઘણા ફોલોઅર્સ હોય છે પરંતુ એક બિલાડીના 24 લાખ ફોલોઅર્સ નવાઈ પમાડે તેવું છે. જ્યારે નાસા જેવી સ્પેશ એજેંન્સી પણ એક બિલાડીને શ્રદ્ધાજંલિ આપે ત્યારે તો ઘણું અજુગતુ લાગે પરંતુ આ સત્ય છે. ઈન્સ્ટાગ્રામ પર સેલેબ્રિટી બની ચુકેલી અમેરીકાની સ્ટાર બિલાડીનું આઠ વર્ષે મોત થયું છે. ઈન્સ્ટાગ્રામ પર 24 લાખથી વધુ ફોલોઅર ધરાવતી આ બિલાડીના માલિક માઈક બ્રિડાવસ્કીએ સોમવારી ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી હતી.
સોશિયલ મીડિયા પર તેનો સૌથી પહેલો ફોટો બે મહિનાની ઉમરમાં આવ્યો હતો. ત્યાર બાદ રેડિટે પણ તેને પોતાના પહેલા પેજ પર સ્થાન આપ્યું હતું. લિલ બબ એટલી લોકપ્રિય થઈ ગઈ કે, તેના માલિક માઈક બ્રિડાવસ્કીએ તેના ફોટોવાળી ટીશર્ટ્સ, કેલેન્ડર વગેરે. વેચવાનું શરુ કરી દિધું હતું, તેના વેચાણથી મળેલી રકમ એનિમલ રેસ્કયું ગ્રુપ અને એડોપ્શન સેન્ટરના આપવામાં આવી હતી.