આખું વિશ્વ કોરોના વાઇરસની મહામારી જે ચીન થી ફેલાયું છે તેની સામે યુદ્ધ લડી રહ્યું છે અને ઘણા ખરા લોકો પોતાનો જીવ ખોવી બેઠા છે. આ મહામારીમાં ઘણા લોકો પોતાના પરિવારજનો નો સાથ ગુમાવી બેઠા છે અને સરકાર આકરા પગલાં ભરી રહી છે. આ સમય ચીન હવે કોરોના માંથી બહાર નીકળવામાં વ્યસ્ત છે, અનેક આર્થિક ગતિવિધિ તેણે શરૂ કરી છે. લોકોનો ડર ખતમ કરવા અને તેમને ફરી માર્કેટમાં બોલાવવા શોપિંગ મોલની બહાર ડાન્સિંગ અને સિંગિગ ઇવેન્ટનું પણ આયોજન કરાયું છે. મોલના સ્ટાફ તેનો વીડિયો બનાવી લોકોને પોતાના ઉત્પાદનની વિશેષતા જણાવી રહ્યાં છે.
Monday, May 6