બેઇજિંગ: ચીનમાં પાયમાલીનું કારણ બનેલા કોરોના વાયરસ હવે લગભગ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ચીનમાં વાયરસથી 3 હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને 80,000 લોકોને ચેપ લાગ્યો છે. હવે ચીને દાવો કર્યો છે કે, તેણે કોરોના વાયરસ (કોવિડ -19)થી બચવા માટે એક રસી (વેક્સીન) શોધી કાઢી છે. આ રસી ચિની આર્મીની તબીબી ટીમ વુહાનમાં છેલ્લા એક મહિનાથી પીપલ્સ લિબરેશન આર્મીના તબીબી નિષ્ણાત શેન વીની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવી છે.
વિશ્વની પ્રથમ નવી કોરોના વાયરસ રસી શોધક શેન વીના ડાબા હાથમાં રસી લગાડીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શેન વી એ ચીની આર્મીના તે જ મેજર જનરલ છે જેમણે થોડા વર્ષો અગાઉ સાર્સ અને ઇબોલા જેવા ખતરનાક વાયરસને છૂટકારો મેળવવા માટે એક રસી બનાવી અને આખી દુનિયાને તેના ખતરાથી બચાવી હતી. ચીની આર્મીના મેજર જનરલ શેન (58) એ જણાવ્યું કે તેમની ટીમે દિવસ – રાત એક કરીને આ કલ્યાણકારી રસી બનાવી છે.