નવી દિલ્હી : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતની લોકસભામાં પસાર કરેલા નાગરિતા સુધારા બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલેથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહ્યો હતો, હવે તે બીજા નિર્ણય સામે આવ્યો છે. ઈમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું. ઇમરાને આરોપ લગાવ્યો કે, આ બિલ બંને દેશો વચ્ચેના કરારની વિરુદ્ધ છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘અમે ભારતની લોકસભા દ્વારા પસાર કરાયેલા નાગરિકતા બિલનો વિરોધ કરીએ છીએ. આ કાયદો પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય કરાર અને માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિન્દુ રાષ્ટ્રનો આ એજન્ડા છે, જેનો અમલ હવે મોદી સરકાર કરે છે.
We strongly condemn Indian Lok Sabha citizenship legislation which violates all norms of int human rights law & bilateral agreements with Pak. It is part of the RSS "Hindu Rashtra" design of expansionism propagated by the fascist Modi Govt. https://t.co/XkRdBiSp3G
— Imran Khan (@ImranKhanPTI) December 10, 2019
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને બિલનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ બંને દેશો વચ્ચેના તમામ દ્વિપક્ષીય કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન છે અને ખાસ કરીને લઘુમતીઓના અધિકારો અને સલામતી માટે ચિંતાજનક છે.