હજુ દેશ કોરોનાના વાઇરસ થી લડી રહી છે ત્યારે આ બીજું નવું ફ્લુના મોત નું કેહેર ભારત દેશ ના આસામ માં આવી પોહોચ્યું છે. રાજ્ય સરકારનો દાવો છે કે ત્યાંના સાત જિલ્લાના 306 ગામમાં રવિવારે સુધીમાં 2,500 ભૂંડના મોત થયા છે. અસમના પશુપાલન મંત્રી અતુલ બોરોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની મંજૂરી છતા પણ ભૂંડને મારવાના પગલા તાત્કાલિક ઉઠાવશું નહિ પરંતુ આ સંક્રમક બીમારી ફેલાતી રોકવા માટે બીજી રીત શોધીશું. તેમનું કહેવું છે કે, આફ્રીકન સ્વાઈન ફ્લૂને કોરોના સાથે કોઈ સંબંધ નથી. માણસો પર તેની અસર થતી નથી. બોરાએ જણાવ્યું કે 2019ના આંકડાઓ મુજબ રાજ્યમાં ભૂંડની સંખ્યા 21 લાખ હતી, જે વધીને 30 લાખ થઈ ચૂકી છે. અમે એક્સપર્ટ સાથે વાત કરી છે કે આફ્રિકન સ્વાઈન ફ્લૂથી ભૂંડને કઈ રીતે બચાવી શકાય ? જે ભૂંડ સંક્રમિત નથી, તેને બચાવવા માટે સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. સંક્રમણવાળા વિસ્તારોથી એક કિલામીટર સુધીના વિસ્તારમાં સેમ્પલ લેવામાં આવશે. જે ભૂડ સંક્રમિત હશે, તેની કતલ કરવામાં આવશે. દરરોજ અપડેટ લેવામાં આવશે અને સ્થિતિને જોઈને આગળનો નિર્ણય લેવામાં આવશે.