કોરોના સંક્રમણ રહેતાં એવાં ઘણાં દંપતિઓ છે જે વૈવાહિક જીવન નો આનંદ માણી શકતા નથી. ખાસ કરીને તે મહિલાઓ તેમના પતિની નજીક જવાનું ટાળી રહી છે જેમના પતિ રોજ ઓફિસ કામકાજથી ઘરની બહાર જાય છે. આટલું જ નહીં, આ યુગલોનો રોમાંસ આ દિવસોમાં ફેસબુક અને વોટ્સએપ સુધી પણ મર્યાદિત રહ્યો છે. કારણ કે એવો ભય છે કે જો તેમના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધશે તો તે કોરોના સંક્રમિત તો નહીં થાય ને. લોકોના મનમાં આવા ઘણા પ્રશ્નો છે, શું શારીરિક સંપર્ક કરવાની કોઈ એવી રીતે છે જેમાં શારીરીક સંબંધ પણ સારી રીતે બાંધી આનંદ લઈ શકાય અને કોરોનાનો ભય પણ ના હોય.
કોઈ જીવનસાથી સાથે શારીરિક સંબંધ કેવી રીતે રાખી શકાય
કોરોના કાળમાં પણ સંભોગનો આનંદ ઉઠાવી શકાય, સારી રીતે શારીરિક સંબંધ બનાવવા સાથે કોરોનાનો ભય પણ ના રહે તે માટે ડોક્ટરો પણ હવે લોકોની મદદે આવ્યા છે. કેનેડિયન હોસ્પિટલના ડોક્ટર દ્વારા આ બાબતે લોકોને સરળ સમજૂતી અપાઈ છે. તેમણે સમજાવ્યું કે કોવિડ -19 થી બચતી વખતે કોઈ જીવનસાથી સાથે શારીરિક સંબંધ કેવી રીતે રાખી શકાય.
સેક્સ દરમિયાન ચહેરા પર માસ્ક લગાવવાથી કોરોના વાયરસનું જોખમ ઓછું
કેનેડાના મુખ્ય તબીબી અધિકારી ડો. ટેમ થેરેસાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન ભાગીદારોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. તેમણે કહ્યું કે સેક્સ દરમિયાન ચહેરા પર માસ્ક લગાવવાથી કોરોના વાયરસનું જોખમ ઓછું થાય છે. ડોક્ટર ટેમ થેરેસા કહે છે કે લવ મેકિંગ દરમિયાન કિસ કરવાનું ટાળવું જોઈએ.
વીર્ય અથવા યોનિમાર્ગ પ્રવાહી દ્વારા કોરોના ફેલાય તેવી શક્યતા ઓછી
ડો. થેરેસા જણાવે છે કે કોરોના વાયરસ એ જાતીય ચેપ નથી. તેથી, તે વીર્ય અથવા યોનિમાર્ગ પ્રવાહી દ્વારા ફેલાય તેવી શક્યતા ઓછી છે. જો કે, તેઓ એમ પણ કહે છે કે નવા જીવનસાથી સાથે ખાસ કરીને ચુંબન કરવાથી કોઈપણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ કરવાથી ચેપનું જોખમ વધી શકે છે. આની પાછળનું કારણ એ છે કે તમને ખબર નથી હોતી કે તમારા નવા સાથીએ તમારી પહેલા કોની સાથે સંબંધ બનાવ્યા છે. જો તે ચેપગ્રસ્ત છે તો તમને ચેપ લાગવાની શક્યતા રહે છે. ડો.થેરેસાએ કહ્યું કે લોકોએ ચુંબન અને રૂબરૂ સંપર્ક કરવાથી બચવું જોઈએ. સેક્સ દરમિયાન પણ, માસ્ક પહેરી રાખવું જોઈએ. જેમાં નાક અને મોં સંપૂર્ણ રીતે ઢંકાયેલું રહે.