અમેરિકાના કેલિફોર્નિયાના એક કાઉન્ટીએ નક્કી કર્યુ છે કે, કોરોના વાયરસથી સંક્રમણની પુષ્ટી થવા પર વ્યક્તિને લગભગ 94 હજાર રૂપિયા આપવામાં આવશે. જણાવી દઈએ કે, આ પૈસા લોકોને જમવાનો ખર્ચ, રેન્ટ અને ફોનનું બિલ ચૂકવવા મદદ માટે આપવામાં આવશે.
બે અઠવાડિયા માટે અલગ રહેવું પોસાતું નથી
કેલિફોર્નિયા ના અલામેડા કાઉન્ટીના સુપરવાઇઝર બોર્ડનું કહેવું છે કે, ચેપ લાગ્યાં પછી ઘણા લોકો ક્વોરન્ટીન અને બે અઠવાડિયા માટે અલગ રહેવું પોસાતું નથી. આ કારણોસર તેમને મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
94 હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો
Los Angeles Times ની રીપોર્ટ પ્રમાણે, કાઉન્ટીના બોર્ડે સર્વસંમતિથી પાયલટ પ્રોગ્રામ હેઠળ કોરોનાની પુષ્ટી થવા પર 94 હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. બોર્ડનુ કહેવુ છે કે, જો લોરો ટેસ્ટ કરાવવાથી ડરવા લાગી જાય તો ફરી આઈસોલેટ ન થઈ શકે તો વાયરસને રોકવાની યોડના સફળ થઈ શકશે નહી.
આઈસોલેટ થવા માટે પ્રેરિત થશે
94 હજાર રૂપિયાની મદદ માટે વ્યક્તિને સંબંધિત ક્લિનિકમાં ટેસ્ટ કરાવવાનો રહેશે. તે પણ જરૂરી હશે કે, વ્યક્તિને પેડ સિક લીવ ન મળી રહી નથી અને ન તો બેરોજગારી ભથ્થુ તેઓ પહેલાથી જ પ્રાપ્ત કરી રહ્યા છે. અમેરિકાની અલામેડા કાઉન્ટીને આશા છે કે, નવા નિર્ણય બાદ સંક્રમિત થવા પર લોકો ખુદતી જ આઈસોલેટ થવા માટે પ્રેરિત થશે અને તેના કારણે ટેસ્ટ કરાવવા માટે પણ વધુ લોકો આવશે.