સાઉદી અરબે રાષ્ટ્રની સ્થાપના પછી લગભગ 90 વર્ષોમાં ક્યારેય હજને રદ્દ નથી કરી. એક અંદાજા મુજબ, દર વર્ષે 2 મિલિયન લોકો હજ કરવા માટે આવે છે.સાઉદી અરબે આ વર્ષે હજનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, પરંતુ કોરોના વાઈરસને કારણે માત્ર સાઉદી અરબમાં રહેતા લોકો જ હજ કરી શકશે. સાઉદી અરબ સરકારના હજ અને ઉમરાહ બાબતોના મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસને કારણે આ વખતે મર્યાદિત હાજીઓને જ હજ કરવાની છૂટ આપવામાં આવશે
અગાઉ સાઉદી અરબ તરફથી લોકોને અપીલ કરવામાં હતી કે, લોકો આ વખતે હજ માટે ના આવે અથવા પોતાના કાર્યક્રમને આગળ વધારે. કોરોના વાઈરસ સંકટને ધ્યાનમાં રાખતા પહેલા જ મક્કા અને મદીના શહેર વિદેશીઓ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું.