વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સંક્રમણ અંગે દુનિયાને ચેતવણી આપી છે, તેના કહ્યાં પ્રમાણે, આ વાઈરસ આપણી વચ્ચે લાંબા સમય સુધી રહેશે. એટલા માટે કોઈ ચૂક ન કરશો અને સતર્ક રહો. સંગઠનના પ્રમુખ ડો.ટેડ્રોસ આધાનોમ ગેબ્રેસસે જણાવ્યું કે, જે દેશોને લાગી રહ્યું છે કે, તેમને કોરોના વાઈરસને નિયંત્રિત કરી લીધો છે, ત્યાં કેસ પાછા વધી શકે છે. આફ્રીકા અને અમેરિકામાં સંક્રમણના વધતા કેસો આપણા માટે ચેતવણી છે. દુનિયાના તમામ દેશ કોરોના મહામારી સામે યોજના બનાવી શકે અને તૈયારી કરી શકે, પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, પશ્વિમ યૂરોપમાં આ મહામારી હવે સ્થિર થઈ છે તો ક્યાંય ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ અહીંયા પણ કેસ વધી શકે છે.