કોરોનાવાઈરસના કારણે દુનિયામાં ઘણી સ્વાસ્થ્ય સેવાઓને અસર થઈ છે તેમાં ડેન્ટલ કેર પણ સામેલ છે. બીજા ડેન્ટિસ્ટની જેમ જ ન્યૂયોર્કના ડોક્ટર એડવર્ડ લી અને રિચર્ડ લી તેમના સામાન્ય દર્દીઓની સંભાળ નથી રાખી શકતા. આ ડોક્ટરો તેમના પરિવારની સાથે 13 લોકોનો સ્ટાફ પણ સંભાળે છે. ડોક્ટર એડવર્ડના જણાવ્યા પ્રમાણે, દરેક સ્તરે ડેન્ટલ કેર અર્જન્ટ હોય છે. જે સમસ્યાઓને આપણે રોકીએ છીએ, તે બાદમાં વધી જાય છે. જો દર્દી તકલીફમાં હોય તો તેનો અર્થ એ થયો કે પહેલેથી મોડું થઈ ગયું છે. અમે સ્ટાફના બે સભ્યો સિવાય બધાને ઘરે જવા કહ્યું છે અન્ય ડેન્ટિસ્ટની જેમ ડોક્ટર લીએ પણ પોતાના ક્લિનિકમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. તેઓ હંમેશાં આ પ્રેક્ટિશને અપનાવશે. લીના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 જલ્દીથી આપણી વચ્ચેથી નહીં જાય. તેથી આ ઉપાય આપણને અને દર્દીઓને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
આપણે એવી રીતે વર્તવું પડશે કે આ વાઈરસ હંમેશા રહેશે. ડોક્ટર લીના જણાવ્યા પ્રમાણે, અમે અગાઉ પર PPE અને ઓફિસને સાફ રાખવાનું કામ કર્યું છે, પરંતુ હવે અમે તેને વધુ સુરક્ષિત બનાવવા માટે સુધારા કર્યા છે. દરેક દર્દી બાદ ટ્રીટમેન્ટ રૂમની સપાટીને એવા કેમિકલથી સાફ કરવામાં આવે છે, જે એક મિનિટની અંદર વાઈરસને નાશ કરે છે. તે ઉપરાંત ઉપકરણોને સાફ કરવા માટે ઓટોક્લેવનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં તે પહેલા ઉપકરણમાંથી હવા અને લિક્વિડને બહાર ખેંચી લે છે અને બાદમાં હીટ અને પ્રેશરથી તેને સાફ કરે છે. ડોક્ટક લીના જણાવ્યા પ્રમાણે, યુવાન દર્દીઓ માટે સમય એ બધું છે. જો ટ્રીટમેન્ટને ટાળવામાં આવે તો લાંબી સારવારની જરૂર પડી શકે છે. ઘણા બાળકો સારવારની વય પાર કરી શકે છે અને તેમણે મોટા થઈને સારવારની જરૂર પડશે.