નવી દિલ્હી : ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ (Corona Virus) ઘણા દેશોમાં ફેલાયો છે. ઘણા દેશોએ ચીનના નાગરિકોના વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, ભારત સરકારે ચીન થઈને આવતા પ્રવાસીઓના વિઝા પણ રદ કર્યા છે. આ બધાની વચ્ચે, ભારતીય ક્રૂ સભ્યો સહિત ઘણા નાગરિકો જાપાનમાં લક્ઝરી ક્રુઝ પર ફસાયેલા છે. હવે ક્રુઝ પર ફસાયેલા ભારતીયોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બચાવવા વિનંતી કરતાં વીડિયો પોસ્ટ કર્યો છે.
ક્રુઝમાં ફસાયેલા બિનય કુમાર વીડિયો જાહેર કર્યો છે. રસોઇયા તરીકે કામ કરતા બિનયએ તેના ફેસબુક એકાઉન્ટમાંથી વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે, ક્રુઝ પર આવેલા 66થી વધુ નાગરિકોના તપાસ અહેવાલમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આ પછી ક્રૂ મેમ્બર્સ ડરી ગયા છે. ક્રુઝમાં સવાર 137 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ત્યારે બન્યું છે જ્યારે ડાયમંડ પ્રિન્સેસ નામના ક્રુઝ પર ક્રૂ મેમ્બર્સ સહિત 3700 લોકોમાંથી 500 ના નમૂના તપાસવામાં આવ્યા છે. બાકીના લોકોની તાપસ પણ બાકી છે. આ સાથે જ આ ક્રુઝમાં 160 જેટલા ભારતીય સવાર હોવાના પણ અહેવાલ છે. ત્યારે વડાપ્રધાન મોદી તેમજ યુએન સમક્ષ ક્રુઝમાં સવાર લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે આજીજી કરવામાં આવી રહી છે. જુઓ આ વિડીયો…