નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે હવે અમરિકાનું શહેર ન્યુયોર્કમાં હવે વુહાન જેવી સ્થિતિ થઇ ગઈ છે. ન્યૂયોર્કના મેયર બિલ ડે. બલાસિયોએ કહ્યું છે કે હવે આપણે આ સંકટનું કેન્દ્ર બની ગયા છીએ. તેમણે કહ્યું કે ન્યુ યોર્કમાં આ રોગના 5000 કેસ છે અને તેની પુષ્ટિ થઈ છે. જોકે તાજેતરના આંકડા મળ્યા ત્યાં સુધી ન્યુ યોર્કમાં 7010 લોકો આ રોગથી ગ્રસ્ત હતા, જ્યારે 39 લોકોના અહીં મૃત્યુ થયા છે.
7 કરોડ લોકો ઘરોમાં બંધ
કોરોના વાયરસના ચેપને રોકવા માટે, ન્યુ યોર્ક અને ઇલિયોન્સે કેલિફોર્નિયાની જેમ મિલિયન લોકોને ઘરે રહેવા કહ્યું છે. ન્યૂયોર્ક અને ઇલિયોન્સના આ નિર્ણયની અસર 70 મિલિયન લોકોને થશે. આ અમેરિકાની વસ્તીનો પાંચમો ભાગ છે. અમેરિકાના આ શહેરોમાં રેશનની દુકાનો, દવાઓની દુકાન, ગેસ સ્ટેશનો અને અન્ય આવશ્યક દુકાનો સિવાયના તમામ વ્યવસાયિક કેન્દ્રો બંધ રહેશે.
વેન્ટિલેટર અને માસ્કનો સપ્લાય વધ્યો
ન્યૂયોર્કના ગવર્નર આન્દ્રે કુમોએ કહ્યું કે, હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ વધારવામાં આવ્યો છે, વેન્ટિલેટર અને માસ્કનો સપ્લાય વધારવામાં આવ્યો છે. ન્યૂયોર્કના મેયર બિલ ડે. બલાસિયોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વિનંતી કરી છે કે આ રોગ સાથે કામ કરવા તેઓ સૈન્યને લગાવે.