Covid Alert: વિશ્વને ફરી ભયભીત કરતું કોવિડનું નવું રૂપ, અમેરિકામાં વધી રહ્યા છે મોત
Covid Alert: કોરોનાવાયરસ ફરી એક વખત વિશ્વના અનેક દેશોમાં પગપેસારો કરી રહ્યો છે. હવે અમેરિકા માટે એક નવો ચેતોનો સંકેત મળી રહ્યો છે. અહીં કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યો છે, જેને VUM (Variant Under Monitoring) તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આરોગ્ય સત્તાધિકારીઓએ જણાવ્યું છે કે આ નવા વેરિઅન્ટના કારણે અમેરિકામાં દર અઠવાડિયે અંદાજે 350 લોકોના મોત થઈ રહ્યા છે.
આ નવા વેરિઅન્ટનો પ્રકોપ માત્ર અમેરિકા સુધી સીમિત નથી. તે તાઇવાન, થાઇલેન્ડ અને સિંગાપોર સહિત કેટલાક એશિયાઈ દેશોમાં પણ સક્રિય જોવા મળ્યો છે. ચિંતાની વાત એ છે કે VUM પ્રકારની તીવ્રતા અને ફેલાવવાની ક્ષમતા હજુ સંપૂર્ણ રીતે સમજાઈ નથી, પણ તે ઝડપથી કેસો વધારતો હોવાનું જણાઈ રહ્યું છે.
શા માટે છે ચિંતા?
- VUM પ્રકાર અંગે હાલમાં વૈજ્ઞાનિકો વિશ્લેષણ કરી રહ્યા છે.
- તે અગાઉના પ્રકારો કરતા વધુ અસરકારક રીતે ફેલાઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- મોટી સંખ્યામાં દર્દીઓ હસપતાલમાં દાખલ થઈ રહ્યા છે.
વિશેષજ્ઞોની સલાહ:
તજજ્ઞોનું કહેવું છે કે લોકો જળદ પરીક્ષણ કરાવે, માસ્ક પહેરે અને મોટા ટોળા ટાળે. કોરોના વાયરસનું નવું રૂપ હજુ પણ જોખમરૂપ છે અને તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.