Pakistan પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનના પાંચ મોરચા પર સંકટ
Pakistan 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે સખત વલણ અપનાવ્યું છે. ભારતે પાકિસ્તાનને દોષી ઠેરવીને સિંધુ જળ સંધિ સ્થગિત કરી, અટારી-વાઘા સરહદ બંધ કરી અને વેપાર પર પ્રતિબંધો મૂક્યા. આ પગલાંઓની સીધી અસર પાકિસ્તાનના અર્થતંત્ર, રાજકીય પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય છબી પર પડી રહી છે. આ ઘટનાને પગલે પાકિસ્તાન પાંચ મોરચાઓ પર ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.
1. પાણીનું સંકટ:
ભારતના પગલાંથી પાકિસ્તાનમાં કૃષિ અને વીજળી ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. સિંધુ નદીઓ પર આધારિત 80% ખેતીમાં 20-30% ઘટાડો થઈ શકે છે, જે ખાદ્યસુરક્ષા અને પીવાના પાણીના પ્રશ્નો ઊભા કરે છે. વીજળી ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે, જેના કારણે GDP વધુ ઘટવાની શક્યતા છે.
2. વેપાર
દ્વિપક્ષીય વેપાર બંધ થતાં દવાઓ, કપાસ અને આવશ્યક ચીજવસ્તુઓની કિમતમાં 30-50%નો ઉછાળો આવ્યો છે. સ્ટોક માર્કેટ ઘટી ગયો છે અને IMF એ GDP વૃદ્ધિ દર ઘટાડ્યો છે. ફુગાવો 30% સુધી પહોંચી શકે છે.
3. પરિવહન અવરોધ:
હવાઈ અને જમીન માર્ગો બંધ થતાં નિકાસ ખર્ચ વધી રહ્યો છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગને 10-15% નુકસાન થઈ શકે છે, અને રોજગારો પર પણ અસર થશે.
4. આંતરિક તણાવ અને દબાણ:
અર્થતંત્રના દબાણ સાથે સાથે આંતરિક પ્રદેશોમાં હિંસક આંદોલનો અને વિરોધ તેજ બની શકે છે. સેના પર બંને બાજુથી દબાણ વધી રહ્યું છે, જે સરકાર માટે વધુ પડકાર ઉભા કરે છે.
5. આંતરરાષ્ટ્રીય મંચ પર અલગાવ:
ભારત દ્વારા પુરાવા રજૂ થવામાં આવ્યા બાદ, પાકિસ્તાન ફરીથી FATFના ગ્રે લિસ્ટમાં જઇ શકે છે. તેની વિશ્વસનીયતા ધોવાઈ રહી છે, અને આંતરરાષ્ટ્રીય રોકાણ ઘટાડો થવાની પૂરી શક્યતા છે.
આ તમામ મુદ્દાઓ દર્શાવે છે કે પહેલગામ હુમલાની અસર માત્ર સીમિત રાજકીય તણાવ સુધી નહીં, પણ પાકિસ્તાનના સમગ્ર ભવિષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.