ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લાભ મેળવો જેવા પ્રલોભનોના કારણે કેટલાક લોકોને પોતાની મૂડી ગુમાવવાનો વારો આવે છે. સાબરમતીના વેપારી સાથે વેપારીને પોતાની જૂની પેમેન્ટ એપ ચાલુ કરવા માટે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તેને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. વેપારીએ ફ્રીમાં ડાઉનલોડ થતી એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યો હતો અને ખાતામાંથી 1 લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી. આ અંગે વેપારીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતીના ડીં-કેબિન પાસે રહેતા રમેશ ચૌધરી ઇલેક્ટ્રિક સાધનોનો વેપાર કરે છે. રમેશભાઈ થોડા સમય અગાઉ ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા માટેની મોબાઈલ એપ્લિકેશન વાપરતો હતો. જે તેના બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ હતી. પરતુ તેણે એ એપ્લિકેશન મોંબાઈલમાંથી ડિલીટ કરી નાખી હતી. પણ તેને એક ફોન આવ્યો અને કહ્યું કે, તમારી પેમેન્ટ એપ્લિકેશન બંધ થઈ ગઈ છે. જે માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. માત્ર મોબાઈલમાં એક ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એટલે બધી જૂની બંધ એપ્લિકેશન શરૂ થઈ જશે.