અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું છે. હવામાન વિભાગે તેને સદીનું સૌથી મોટું તોફાન ગણાવીને અતિશય ખતરનાકની કેટેગરીમાં મૂક્યું છે. 240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. પાંચથી છ લાખ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. બે લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ હતી. અતિ ભારે વરસાદ અને પૂરની પણ શક્યતા વ્યક્ત થઈ છે.
અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું
અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું છે. 2005માં ત્રાટકેલા કેટરિના કરતા પણ આ વાવાઝોડું વધારે ખતરનાક ગણાવાયું છે. તેની તીવ્રતા જોઈને અમેરિકાના હવામાન વિભાગે તેને કેટેગરી-4માં મૂકીને અતિશય જોખમીની શ્રેણીમાં મૂક્યું છે. 240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હજુ પણ તોફાની પવનની તીવ્રતા વધે તેવી આગાહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભારે વરસાદ અને પૂરની સિૃથતિ પણ સર્જાઈ શકે છે. દરિયામાં હાઈટાઈડની સિૃથતિ સર્જાતા લુઈસિયાના અને ટેક્સાસના લગભગ પાંચથી છ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બે લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી એટલે લાખો લોકો અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા હતા.
240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો
નેશનલ હેરિકેન સેન્ટરે બંને રાજ્યોના કેટલાય સ્થળોમાં ભારે વરસાદ અને પૂરની શક્યતા વ્યક્ત કરી તે પછી બંને રાજ્યોની સૃથાનિક સરકારી બોડીએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને લોકોને સલામત સૃથળે ખસેડયા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ લોકોને સાવધાન અને સલામત રહેવાની અપીલ કરી હતી. લુઈસિયાનામાં અગાઉ 1856માં એટલે કે 164 વર્ષ પહેલાં આટલું ખતરનાક તોફાન ત્રાટક્યું હતું. તે પછી લૌરા નામનું આ તોફાન સૌથી શક્તિશાળી અને ખતરનાક ગણાવાઈ રહ્યું છે. અમેરિકાના કાંઠે ટકરાયું તે પહેલાં લૌરા તોફાન કેરેબિયનમાં ત્રાટક્યું હતું. એમાં 24 લોકોના મોત થઈ ચૂક્યા છે.
વાવાઝોડાંના કારણે લુઈસિયાનામાં ભૂસ્ખલનની ઘટના પણ નોંધાઈ
વાવાઝોડાંના કારણે લુઈસિયાનામાં ભૂસ્ખલનની ઘટના પણ નોંધાઈ હતી. બંને રાજ્યોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટના બને એવી પણ પૂરી શક્યતા છે. આ બંને ઉપરાંત અરકેન્સાસ અને ઓહાયોમાં પણ વાવાઝોડાની અસર થાય તેવી આશંકા છે. આ બંને રાજ્યોના તટવર્તીય વિસ્તારોના લોકોને પણ સાવધાન કરાયા છે. અહેવાલોમાં દાવો થયો હતો કે 2005માં ન્યૂ ઓર્લિસમાં ત્રાટકેલા કેટરિના વાવાઝોડાં પછી આ સૌથી ખતરનાક વાવાઝોડું છે. કેટરિનામાં 1800 કરતાં વધુ લોકોના મોત થયા હતા.
મેક્સિકન સરહદે પણ વાવાઝોડું ત્રાટકવાની તૈયારી
લૌરા એ સાતમું વાવાઝોડું છે, જે કોરોનાકાળ દરમિયાન ત્રાટક્યા છે. 2020માં અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં સાત-સાત વાવાઝોડાં ત્રાટકી ચૂક્યા છે અને એમાં હજુ બેનો ઉમેરો આગામી દિવસોમાં જ થશે. વાવાઝોડાની સિઝન શરૂ થઈ એ સાથે જ એક પછી એક વાવાઝોડાં અમેરિકાને ધમરોળી રહ્યાં છે. મેક્સિનોથી હરનાન નામનું વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં છે.
કોરિયામાં 133 કિ.મી.ની ઝડપે પ્રચંડ વાવાઝોડું ત્રાટક્યું
મેક્સિકોના શહેરોને ધમરોળીને આ વાવાઝોડું અમેરિકામાં આવશે. આ વાવાઝોડું 300 કિલોમીટર દૂર છે. આઈસેલી નામનું વાવાઝોડું પણ મંડરાઈ રહ્યું છે. મેક્સિકોથી 1000 કિલોમીટરના અંતરે સર્જાયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અમેરિકાના નેશનલ હેરિકેન સેન્ટરે કેલિફોર્નિયા જેવા રાજ્યોને સાવધાન રહેવાની સલાહ આપી છે.
દક્ષિણ કોરિયાએ 500 કરતાં વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરી ઔઉ. કોરિયા અને દ. કોરિયામાં અસંખ્ય ઈમારતોને નુકસાન
ચીનને ધમરોળ્યા પછી બાવી વાવાઝોડું કોરિયાના કાંઠે ટકરાયું હતું. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં 133 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાન ત્રાટક્યું હતું, જેના કારણે અસંખ્ય ઈમારતોને નુકસાન થયું હતું. દક્ષિણ કોરિયાએ 500 કરતાં વધુ ફ્લાઈટ્સ રદ્ કરી દીધી હતી.સાઉથ કોરિયાના હવામાન વિભાગે કહ્યું હતું કે ચીનને ધમરોળ્યા પછી વાવાઝોડું ઉત્તર અને દક્ષિણ કોરિયા સુધી પહોંચ્યું હતું. લગભગ 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. નીચાળવાળા વિસ્તારના લોકોને સલામત સૃથળે ખસેડાયા હતા. દક્ષિણ કોરિયામાં 10,000 ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.
ચીનને ધમરોળ્યા પછી તોફાન કોરિયાના કાંઠે ટકરાયું
ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે વાવાઝોડાના કારણે ઈમારતોને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે જાનહાનિ થઈ ન હતી. દરિયા કાંઠે હાઈટાઈડની સિૃથતિ સર્જાતા રસ્તાઓમાં પાણી ભરાયા હતા. કોરિયન દ્વિપમાં ત્રાટકેલું આ 2020નું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. જોકે, વાવાઝોડું 24 કલાકમાં નબળું પડી જાય એવી પૂરી શક્યતા છે.