દુનિયાભરમાં થતા માનવીય મૃત્યુનું સૌથી મોટું કારણ છે – મચ્છર. મચ્છરજનતિ રોગોથી દર વર્ષે લગબગ 10 લાખ લોકોનાં મોત થાય છે. આ એવો જીવ છે, જેણે આખી દુનિયાને પરેશાન કરી રાખી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મેલેરિયા રિપોર્ટ-2017 અનુસાર, દક્ષિણ પૂર્વ એશિયામાં મેલેરિયાના સૌથી વધુ 87% કેસ ભારતમાં છે. ડબલ્યુએચઓના એક રિપોર્ટ અનુસાર 2015માં દુનિયાભરમાં મેલેરિયાથી 4.38 લાખ લોકોનાં મોત થયા હતા. છેલ્લા 30 વર્ષમાં ડેંગ્યુના કેસમાં 30 ગણો વધારો થયો છે.
- એનોફ્લીઝ : ભારતમાં તેની 58 પ્રજાતિ છે. જેમાંથી પાંચ પ્રજાતિ ખતરનાક મેલેરિયાની વાહક છે. જેમાં સ્ટીફેન્સી, ફ્લૂવિટાલિસ અને ડાઈરસ મુખ્ય છે. એનોફ્લીઝ મચ્છર સ્વચ્છ પાણીમાં ઈંડા મુકે છે.
- એડીઝ : આ મચ્છર આખી દુનિયામાં જોવા મળે છે. તે ડેંગ્યુ અને ચિકનગુનિયાની બીમારી ફેલાવે છે. આ મચ્છર કુદરતી અને કૃત્રિમ રીતે એકઠા થયેલા પાણીના નાના-નાના સ્થળો પર પ્રજનન કરી લે છે. તે મુખ્યત્વે દિવસે કરડે છે.
- ક્યુલેક્સ : ભારતમાં તેની 240 પ્રજાતિઓ જોવા મળે છે. આ મચ્છર સામાન્ય રીતે ઈંડા આપવા અને પ્રજનન માટે સ્થિર અને ગંદા ખાડા પસંદ કરે છે. મુખ્યત્વે રાત્રે કરડે છે. તે ખતરનાક જાપાની ઈન્સેફલાઈટિસના મુખ્ય વાહક છે.
- મેનસોનિયા : આ સમુહ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય દેશોમાં જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે દક્ષિણ ભારતના સમુદ્રી કિનારા વિસ્તારોમાં જોવા મળે છે. તેનાથી ફાઈલેરિયાની બીમારી ફેલાય છે. મચ્છરના મનુષ્યને કરડવા માટે તેમના દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઈડથી આકર્ષિત થઈને તેમની પાસે જાય છે. આ ઉપરાંત તે મનુષ્યના શરીરની ગરમીથી પણ આકર્ષિત થાય છે. જેમના શરીરમાં ગરમી વધુ હશે તેમને મચ્છર વધુ કરડશે. WHO અનુસાર મચ્છર કોઈને એક વખત કરડતા એક સાથે બે વાઈરસ આપી શકે છે. ભારતમાં થયેલા સ્ટડીઝનો ઉલ્લેખ કરતા WHOએ કહ્યું કે, એવા અનેક કિસ્સા છે, જેમાં દર્દીને ચિકનગુનિયા અને ડેગ્યુની બીમારી એકસાથે થઈ હોય.
રોચક શોધ
- મચ્છર પોતાના પ્રોબોસકિસથી લોહી ચૂસે છે, જે ટ્યુબ જેવી હોય છે. 12 લાખ મચ્છર મનુષ્યનું બધું જ લોહી ચૂસી શકે છે.
- મચ્છર જે લોહીને પીવે છે, તેનો ઉપયોગ પોતાના પોષણ માટે કરતા નથી, પરંતુ તેનાથી તેમના ઈંડાને પ્રોટીન મળે છે.