નવી દિલ્હી : દિલ્હી હિંસાના પડઘા સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સુધી પહોંચ્યા છે અને યુએનએ આ હિંસા અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. યુએનના સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન દુજારીકે કહ્યું કે, આજની પરિસ્થિતિમાં મહાત્મા ગાંધીની ભાવનાની સૌથી વધુ જરૂર છે અને તે સમુદાય એકતા જાળવવાના કેન્દ્રમાં હોવા જોઈએ.
દિલ્હી હિંસા તરફ ધ્યાન દોરતાં પ્રવક્તા સ્ટીફન દુજારીકે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સતત નવી દિલ્હી પર નજર રાખી રહ્યા છે.
Stéphane Dujarric, Spokesperson for the UN Secretary-General on #DelhiViolence: The Secretary-General has been following the situation closely. Today, the spirit of Mahatma Gandhi is needed more than ever and it is central to create conditions for true community reconciliation. pic.twitter.com/e06P3OgCPu
— ANI (@ANI) February 27, 2020
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ નવી દિલ્હી પર નજર રાખી રહ્યા છે જ્યાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) પર હિંસા થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધી 38 લોકોનાં મોત નીપજ્યાં છે.