લાંબા સમય સુધી સાથે રહેનાર યુગલ એક સમય બાદ સંબંધમાં પહેલા જેવો ઉત્સાહ મેહસુસ કરે છે. ખાસ કરીને સેક્સને લઈને પેશન ખૂબ જ ઓછુ થઈ જાય છે. હવે મનોવૈજ્ઞાનિકોને તેના પાછળનુ કારણ જાણવાની કોશિશ કરી છે. સેંકડો લોકો પર કરવામા આવેલી એક રિસર્ચમાં યુગલને પૂછવામાં આવ્યુ છે કે, તેમને કેમ મહેસુસ થાય છે કે, તેમના રોમાન્સમાં પહેલા જેવો જોશ રહ્યો નથી અને તેમની સેક્સ લાઈફ સારી ન હોવાને કારણે શું કારણ છે.
સામે આવ્યા ઘણા કારણ
આ સ્ટડી ઈવોલ્યૂશનરી સાઈકોલોજી પત્રિકામાં પ્રકાશિત થઈ છે આ સ્ટડીમાં વોલંટિયર્સથી ઘણા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જેમાંથી મનોવૈજ્ઞાનિકોને કુલ 78 એવા કારણ જાણવા મળ્યા છે જે યુગલના યૌન ઉત્સાહને ઓછી કરી દે છે. જેમાંથી સૌ પ્રથમ કારણ છે તે છે ઉત્સાહનુ ખતમ થવું.
સમયનો અભાવ
બીજુ સૌથી મોટુ કારણ છે સમયનો અભાવ. તે સિવાય ઘણા લોકોની ફરિયાદ હતી કે, તેમનો પાર્ટનર દરેક સમયે તેમને પર નજર રાખવાની કોશિશ કરે છે. જેના કારણે એક પ્રકારનું દબાણ મેહસુસ કરે છે.
પાર્ટનરની ખરાબ આદતથી પરેશાન
આ યાદીમાં 10માં સ્થાન પર સેક્સના સમયે એક્સનું યાદ આવવાનો ડર અને પાર્ટનરથી બોર થવા જેવા કારણ જવાબદાર છે. સ્ટડીમાં કેટલાક લોકો દરેક સમયે પાર્ટનરની સાથે રહેનાર મિત્રો અને સંબંધીઓથી પરેશાન મળી આવ્યા છે. પાર્ટનરના દારૂ પીવાથી અને જુગાર રમવા જેવી આદતો પણ સેક્સ લાઈફને ખરાબ કરવાનુ કારણ દર્શાવવામાં આવ્યુ છે.
મોડી સાંજ સુધી કામ કરવું પણ કારણ
રિસર્ચમાં મનોવૈજ્ઞાનિકોને મળી આવ્યુ છે કે, પુરુષ અને મહિલાઓની પ્રતિક્રિયાઓ એક જ પ્રકારની છે. જોકે, મહત્તમ પુરુષોએ સ્વીકાર કર્યો છે કે, તે પોતાના સંબંધને નિભાવનાર અથવા પાર્ટરન પ્રત્યે વફાદાર રહેવામાં અસફળ રહે. તો પુરુષોની સરખામણીમાં વધારે પડતી મહિલાઓને વધારે મોડે સુધી કામ કરવાથી પણ ખરાબ સેક્સ લાઈફનું એક કારણ દર્શાવવામાં આવ્યુ છે.
વર્તનની પણ પડે છે અસર
લાંબા સમયથી કામનું કારણ જણાવતા લોકોમાં જીવનસાથીની સાથે સંભોગને લઈને સંકલનનો અભાવ અથવા મતભેદ જેવી બાબતો વધુ બહાર આવી છે. તે સિવાય યૌન ઈચ્છા ખતમ થવાની પાછળ પણ પાર્ટનરનું ચરિત્ર અને તેનું ખરાબ વર્તન જેવા કારણો પણ સામે આવ્યા છે.
દગો મળવા પર સેક્સ લાઈફ પર ઓછી અસર
આ રિસર્ચમાં સૌથી હેરાન કરનારી એ વાત સામે આવી છે કે, દગો મળવાને કારણે સેક્સ ન કરવાનુ કારણ સૌથી નીચે મળી આવ્યુ છે. એટલે કે, રિસર્ચમાં એવા યુગલની સંખ્યા ખૂબ જ ઓછી હતી, જેમણે પાર્ટનરથી દગો મળવાથી સેક્સ કરવાનું બંધ કરી દીધુ છે.
સંબંધોમાં આત્મીયતા મહત્વપૂર્ણ છે
આ સંશોધન સાયપ્રસની નિકોસિયા યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યું છે. અધ્યયનના મુખ્ય લેખક, પ્રોફેસર મેનેલોસ એપોસ્ટોલોએ જણાવ્યુ છે કે, સંબંધમાં આત્મીયતા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, ઘણા લોકોને આવું કરવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. આત્મીયતાના અભાવને કારણે ઘણા લોકો ભાવનાત્મક રીતે પીડા અનુભવે છે.