કોરોના વાઈરસ સામે લડવા વેક્સીન તૈયાર કરવા માટે આખી દુનિયાના ડોક્ટર અને વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે. ઘણી જગ્યાએ વેક્સીનના ટ્રાયલ પણ શરુ થઇ ગયા છે. આ વેક્સીન તૈયાર કરવામાં ઘણો ખર્ચો પણ આવશે. ખર્ચાને પહોચી વળવા માટે બેલ્જિયમના 103 વર્ષના ડોક્ટર ફંડ ઉઘરાવી રહ્યા છે. 103 વર્ષીય ડો. એલ્ફોન્સ લેમ્પોલ્સ રોજ તેમના ઘરના ગાર્ડનમાં મેરેથોન દોડે છે. તેઓ રોજ 145 મીટરમાં ફેલાયેલા ગાર્ડનના 10 ચક્કર લગાવે છે. તેઓ કોરોનાવાઈરસના રિસર્ચ માટે ફંડ ભેગું કરી રહ્યા છે.
ડો. એલ્ફોન્સ ત્રણ સવારે, બપોરે અને સાંજે 4 ચક્કર લગાવે છે. તેઓ 42.2 કિમીની મેરેથોન દોડી રહ્યા છે, જેની શરૂઆત 1 જૂનથી કરી હતી. તેમને 30 જૂન સુધીમાં પોતાનો લક્ષ્ય પૂરો કરવો છે. ડો. એલ્ફોન્સ હાલ નિવૃત્ત છે. ડો. એલ્ફોન્સના દીકરાએ થોડા દિવસ પહેલાં બ્રિટનના પ્રથમ વિશ્વયુદ્ધના સૈનિક 100 વર્ષીય ટોમની સ્ટોરી વાંચી હતી તેમણે બગીચામાં જ ચાલીને નેશનલ હેલ્થસર્વિસ માટે 40 મિલિયન ડોલર ભેગા કરી લીધા હતા.