આ દેશના લોકોની વિરોધ કરવાની રીતની ચારેબાજુ ભારે ચર્ચા, PM હોસ્પિટલ આવ્યા તો લોકોએ તો જબરું કર્યું,
કોરાનાના વધતા કહેરના કારણે સૌથી વધારે ગુસ્સો એ દેશોમાં વધી રહ્યો છે જ્યાં ડોક્ટર્સ અને નર્સોને તમામ સુવિધા આપવામાં આવી રહી નથી એવો જ એક મામલો સામે આવ્યો છે બેલ્જિયમથી, અહીંના વડાપ્રધાન સોફી વિમેસ એક હોસ્પિટલની મુલાકાત લીધી.
ત્યાં હાજર લોકોએ તેમના મોં ફેરવી લીધું. તે લોકો વડાપ્રધાનની કાર તરફ પીઠ કરીને ઉભા રહી ગયા. આ તેમનો વિરોધ નોંધાવવાની રીત હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સેંટ પીટર હોસ્પિટલની મુલાકાત કરવા પહોંચેલા પીએમ સોફી વિરુદ્ધ ડોક્ટર્સ અને નર્સોએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું છે.