ભારત અને ચીન બે દેશો વચ્ચે વિવાદની સ્થિતિ ફરી એક વાર વધુ ખરાબ થઈ રહી છે. જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ હતુ કે બંને દેશો વચ્ચે સમજૂતી થયા બાદ હાલ પરિસ્થિતિ નિયંત્રણમા છે કોઈ ચિંતાનો વિષય નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારને પુછવામાં અાવ્યુ હતુ કે શુ ચીન ફરીથી ઘુસણખોરી કરી રહ્યુ છે. શુ ફરી એકવાર ડોકલામ વિવાદ વકર્યો છે.જો કે ચીને એક નિવેદનમાં કહ્યુ છે કે ડોકલામમાં ચીન ફરીથી નિર્માણનું કામ શરૂ કરશે. ચીને અેવું પણ કહ્યુ કે સમગ્ર બાબતમાં ભારતે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી. ભારતનો કોઈ હસ્તક્ષેપ હવે ચીન સાંખી નહી લે.
અામ અેકવાર ફરીથી ડોકલામ વિવાદ શરૂ થશે. ઉપગૃહોના માધ્યમથી મળેલી તસ્વીરોમાં ચીન ડોકલામ વિવાદીત સ્થળથી માત્ર 81 મીટર પર ફરી એકવાર નિર્માણ કાર્ય કરી રહ્યું છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે અા વિશે પુછતાં કહ્યું કે અાવા કોઈ નિર્માણની અમને જાણ નથી.અાવી તસ્વીરો કોણે પ્રકાશીત કરી તે અમે જાણતા નથી. લૂ કાંગે કહ્યુ કે ડોકલામ હંમેશાથી ચીનનો હિસ્સો રહ્યો છે. ડોકલામ ચીનનો અધિકાર ક્ષેત્ર છે અને રહેશે.અા મામલે કોઈ મતભેદ નથી.
ભૂતાનના દાવેદારીવાળા સ્થળ ડોકલામ પર ભારત અને ચીનની સેના 73 દિવસ સુધી તનાવપુર્ણ રીતે સામસામે રહ્યા હતા.ભારતીય સૈનીકો દ્વારા ભારતીય સીમામાં સ્થીત રાજમાર્ગ પાસે ચીને ડોકલામમાં વિવાદ બાદ નિર્માણ કાર્ય રોક્યુ હતુ.ઓગસ્ટ મહિનામાં અેક સમજૂતી બાદ બન્ને દેશોએ પોતપોતાની સેનાને હટાવી લીધી હતી.જો કે ચીન અા ક્ષેત્ર પર કબ્જો જમાવી તેનું પલ્લુ ભારે કરવા માંગે છે.