Donald Trump ‘યુદ્ધવિરામ અમે કરાવ્યું’ – ટ્રમ્પે ફરી લીઘો શ્રેય, ભારત-પાકિસ્તાન વિવાદ પર મોટું નિવેદન
Donald Trump અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના વિવાદને વેપાર દ્વારા ઉકેલ કર્યો છે.
ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથેની મુલાકાત દરમિયાન તેમના ઓવલ ઓફિસના ભાષણમાં કહ્યું કે તમે જુઓ કે અમે પાકિસ્તાન અને ભારત સાથે શું કર્યું છે, તો અમે તે સમગ્ર મુદ્દાને ઉકેલી લીધો છે, અને મને લાગે છે કે મેં તેને વેપાર દ્વારા ઉકેલી લીધો છે.
તેમણે કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને સાથે મોટો સોદો કરી રહ્યું છે.અને મેં પૂછ્યું, ‘તમે લોકો શું કરી રહ્યા છો?
તેમણે કહ્યું, “અંતે કોઈએ ગોળી ચલાવવાની હતી.ગોળીબારની ઘટનાઓ વધી રહી હતી. અને અમે તેમની સાથે વાત કરી, અને મને લાગે છે કે અમે, તમે જાણો છો, મને કહેતા દુઃખ થાય છે કે, અમે તે શોધી કાઢ્યું, અને પછી બે દિવસ પછી, કંઈક થયું, અને તેઓએ કહ્યું કે તે ટ્રમ્પની ભૂલ હતી.
ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાનમાં કેટલાક સારા લોકો અને કેટલાક ખૂબ જ સારા નેતાઓ છે. અને ભારત મારો મિત્ર છે, મોદી,” જવાબમાં, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ કહ્યું: “મોદી, પરસ્પર મિત્ર”.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેઓ એક શ્રેષ્ઠ વ્યક્તિ છે, અને મેં તે બંનેને બોલાવ્યા. તે સારી વાત છે,”
અમેરિકી રાષ્ટ્રપતિ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઉકેલવામાં મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે 7 મેના રોજ સવારે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આતંકવાદી માળખા પર સચોટ હુમલા કર્યા હતા. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
ભારતીય કાર્યવાહી બાદ, પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી થાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ અનેક પાકિસ્તાની લશ્કરી સ્થાપનો પર ભીષણ વળતો હુમલો કર્યો.
ચાર દિવસ સુધી સરહદ પારથી થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓ બાદ ભારત અને પાકિસ્તાન 10 મેના રોજ લશ્કરી મુકાબલો સમાપ્ત કરવા સંમત થયા હતા. 10 મેના રોજ, ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વોશિંગ્ટન દ્વારા મધ્યસ્થી કરાયેલી “લાંબી રાત” વાટાઘાટો પછી ભારત અને પાકિસ્તાન “સંપૂર્ણ અને તાત્કાલિક” યુદ્ધવિરામ માટે સંમત થયા છે.