નવી દિલ્હી : અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ) વચ્ચે છેલ્લા ચાર વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. હવે બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિએ ફરી એક વાર આ વેપારી સંગઠન પર મોટો આરોપ લગાવ્યો અને અમેરિકા સામે ભેદભાવ રાખવાની વાત કરી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પણ ભારત અને ચીન જેવો વિકાસશીલ દેશ છે પરંતુ અમને તે રીતે જોવામાં આવતા નથી.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જાહેર થયેલા અધિવેશનમાં બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘દરેકને ખબર છે કે, મારું અને તેમનું (ડબ્લ્યુટીઓ) બનેલું નથી, કેમ કે આપણા દેશ સાથે યોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું નથી. ચીનને વિકાસશીલ દેશ તરીકે જોવામાં આવે છે, ભારતને પણ વિકાસશીલ દેશ માનવામાં આવે છે. પરંતુ અમને તે નજરથી જોવામાં આવતા નથી. ‘
આ પહેલીવાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર મુદ્દે ભારત અથવા ચીન સામે વાત કરી છે. લાંબા સમયથી અમેરિકાની ચીન સાથેનો વેપાર યુદ્ધ યથાવત્ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની સામે પણ ટેરિફ સામે ભેદભાવ દાખવે છે.