Donald Trump બન્ને દેશો વચ્ચે ભારે તણાવ છે, હવે પછીનું પગલું સંભવત: પરમાણું હોઈ શકે છે
Donald Trump અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી અને તેમને (પૂર્ણ વિકસિત યુદ્ધની) અણી પરથી પાછા લાવવા એ તેમની “સૌથી મોટી સફળતા” હતી અને તેનો તેમને ક્યારેય યોગ્ય શ્રેય મળશે નહીં. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે “ઘણી નફરત” છે અને તણાવ એ સ્તરે પહોંચી ગયો છે જ્યાં આગળનું પગલું સંભવતઃ “પરમાણુ” ઉપયોગ થઈ શક્યું હોત.
ટ્રમ્પે શુક્રવારે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યુ કે આ એક મોટી સિદ્ધિ છે જેનો શ્રેય મને ક્યારેય નહીં મળે. તેઓ મોટી પરમાણુ શક્તિઓ છે. તેમની વચ્ચે કોઈ સમાનતા નથી. તેઓ ગુસ્સે હતા,” ઇન્ટરવ્યૂ દરમિયાન, ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે પશ્ચિમ એશિયાની મુલાકાત પહેલા “કેટલીક વિદેશ નીતિની સફળતાઓ” નો ઉલ્લેખ કરીને ભારત અને પાકિસ્તાનને ફોન કર્યો હતો. ટ્રમ્પે જવાબ આપ્યો, “હા, મેં કર્યું.
ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ કહ્યું કે તે સફળ રહ્યું. ટ્રમ્પે કહ્યું, “તમે જોયું કે આ (સંઘર્ષ) ક્યાં જઈ રહ્યો હતો? સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો હતો અને વધુ વિનાશક થઈ રહ્યે હતે. મારો મતલબ છે કે મિસાઈલોનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો હતો. બંને મજબૂત છે.
ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ પૂછ્યું કે શું ‘N’ શબ્દનો અર્થ ‘પરમાણુ’ થાય છે? તો ટ્રમ્પે કહ્યું કે “આ ‘N’ શબ્દ છે. તે ખૂબ જ ખરાબ શબ્દ છે, ખરું ને? ઘણી રીતે. પરમાણુ અર્થમાં વપરાતો N શબ્દ સૌથી ખરાબ હોઈ શકે છે. મને લાગે છે કે તેઓ ખૂબ નજીક હતા. નફરત ખૂબ વધારે હતી. મેં કહ્યું, ‘આપણે વેપાર વિશે વાત કરીશું. આપણે વેપાર વિશે ઘણી વાતો કરીશું,
ટ્રમ્પે કહ્યું, “હું વેપારનો ઉપયોગ હિસાબ નક્કી કરવા અને શાંતિ સ્થાપિત કરવા માટે કરી રહ્યો છું. ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે, તેઓ વ્યવસાય કરવાનું લગભગ અશક્ય બનાવે છે. શું તમે જાણો છો કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ માટે ટેરિફમાં 100 ટકાનો ઘટાડો કરવા તૈયાર છે?
આ મુદ્દે ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ભારત સાથે ટૂંક સમયમાં કોઈ સોદો થવાનો છે, ત્યારે તેમણે કહ્યું, “હા, ટૂંક સમયમાં થશે. મને કોઈ ઉતાવળ નથી. જુઓ, દરેક વ્યક્તિ આપણી સાથે સોદો કરવા માંગે છે.” “દક્ષિણ કોરિયા સોદો કરવા માંગે છે… પણ હું બધા સાથે સોદો કરવા માંગતો નથી. હું ફક્ત મર્યાદા નક્કી કરવા જઈ રહ્યો છું. હું થોડા વધુ સોદા કરીશ. 150 દેશો એવા છે જે સોદા કરવા માંગે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં આ સાતમી વખત છે જ્યારે ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને સમાપ્ત કરવામાં મદદ કરી છે. ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ સવારે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા હતા. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી થાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પછી ભારતીય સેનાએ અનેક પાકિસ્તાની લશ્કરી મથકો પર ભીષણ વળતો હુમલો કર્યો. ચાર દિવસ સુધી સરહદ પારથી થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મુકાબલો સમાપ્ત કરવા માટે એક કરાર થયો હતો. ટ્રમ્પે 10 મેના રોજ જાહેરાત કરી હતી કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ “લાંબી વાટાઘાટો” બાદ ભારત અને પાકિસ્તાન “સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ” માટે સંમત થયા