Donald Trump ટ્રમ્પના વાયદાનુ સુરસુરિયુ, નાસાનુ મિશન સ્થગિત, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસી અટકી
- સુનિતા વિલિયમ્સ ફરી અંતરિક્ષમાં અટકી ગઈ છે. નાસાએ મિશન સ્થગિત કર્યુ છે, અને ટ્રમ્પનો વાયદો પણ જુઠો ઠર્યો છે.
Donald Trump અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી ફરી એકવાર અટકી ગઈ છે. અંતરિક્ષમાં ૯ મહિનાથી ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીને લઈને મોટી આશા હતી. અમેરિકાની સ્પેસ એજન્સી નાસ સુનિતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રૂ-૧૦ નામનું સ્પેસશિપ લોન્ચ કરવાનું હતું. પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે ક્રૂ-૧૦ નું લોન્ચિંગ ટાળવું પડ્યું છે.
નાસાએ કહૃાું કે, ક્રૂ-૧૦માં હાઇડ્રોલિક સિસ્ટમમાં તકલીફના કારણે લોન્ચિંગ રોકવું પડ્યું છે. ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનિતાની વાપસી માટે ક્રૂ-૧૦ મહત્ત્વપૂર્ણ છે કારણકે, તેનો હેતુ ક્રૂ-૯ ની જગ્યા લેવાનું છે. ક્રૂ-૯ દ્વારા જ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ગયા હતાં. નાસાએ પહેલાં જ કહૃાું હતું કે, ક્રૂ-૯ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ) થી ત્યારે જ પરત આવી શકે છે, જ્યારે ક્રૂ-૧૦ અંતરિક્ષમાં લોન્ચ થઈ જાય.
નોંધનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ખુદ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રસ લઈ રહૃાાં છે. તેમણે સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્કને આ જવાબદારી સોંપી છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ કહૃાું હતું કે, બાઈડેને સુનિતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધાં છે. પરંતુ, મેં તેમને પરત લાવવા માટે ઈલોન મસ્ક સાથે વાત કરી છે અને મસ્કે આ માટે પોતાની સંમતિ પણ આપી છે. ત્યારબાદ મસ્કની કંપની સ્પેસ એક્સે આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને ક્રૂ-૧૦ લોન્ચ કરવાનું હતું, પરંતુ, હવે તેનું લોન્ચિંગ પણ ટાળવામાં આવ્યું છે.
નાસા અનુસાર, હવે ક્રૂ-૧૦ ગુરૂવારે (૧૭ માર્ચ) લોન્ચ થઈ શકે છે. જોકે, આ તારીખ પણ નક્કી નથી અને હવામાન સહિત અન્ય પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. ક્રૂ-૧૦, સ્પેસએક્સની હૃાુમન સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનું ૧૦મું ક્રૂ રોટેશન મિશન છે.
ઉલ્લેખનિય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત ૫ જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા હતાં. તેમણે એક અઠવાડિયા બાદ પરત ફરવાનું હતું પરંતુ, બોઇંગ સ્ટારલાઇનરમાં ગડબડના કારણે તે બંને ત્યાં ફસાઈ ગયા છે. બંને એસ્ટ્રોનોટ્સ બોઇંગ અને નાસાના જોઇન્ટ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અંતરિક્ષમાં ગયા હતાં. ત્યારબાદ તેમને પરત લાવવાનો પ્રયાસ શરૂ છે.