Donald Trump ટ્રમ્પે 25% આયાત કરની ધમકી આપી, પરંતુ ભારતમાં ફોક્સકોનના રોકાણથી મોબાઇલ ઉદ્યોગ મજબૂત, રોજગારીમાં ભારે વધારો
Donald Trump ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેક જાયન્ટ એપલ પર દબાણ વધારતું નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો એપલ પોતાનો iPhone ઉત્પાદન અમેરિકાની જમીન પર નહીં કરે તો તેના વિદેશી ઉત્પાદિત ફોન પર 25% આયાત શુલ્ક લાદવામાં આવશે.
ટ્રમ્પે જણાવ્યું કે, “હું ઈચ્છું છું કે અમેરિકામાં વેચાતા iPhones અમેરિકામાં જ બનાવવામાં આવે. ભારત કે અન્ય દેશમાં નહીં.” તેમનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય ઉત્પાદક નેટવર્ક સામે અમેરિકન સંરક્ષણવાદી દૃષ્ટિકોણનો પરિચાયક છે.
ત્યાંજ, બીજી બાજુ, ભારતમાં એપલના સપ્લાયર ફોક્સકોન દ્વારા કરાયેલ મોટા પાયે રોકાણ અને રોજગારી સર્જનના પગલે ભારતમાં આ ઉત્પાદન હબ વધુ મજબૂત બન્યું છે. કર્ણાટકના દેવનહલ્લીમાં ફોક્સકોન 20,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે એક વિશાળ યુનિટ સ્થાપી રહી છે, જેમાં 2025 સુધીમાં 40,000 લોકોને રોજગારી આપવાનો લક્ષ્ય છે.
ભારત આજે માત્ર સસ્તા શ્રમથી જ નહીં, પરંતુ ટેકનિકલ રીતે કૂશળ યુવાનોના બહોળા બેસ સાથે વિશ્વના મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં સશક્ત હિસ્સેદાર બની રહ્યો છે. એટલું જ નહીં, સ્થાનિક કંપનીઓની પણ કામગીરીથી સમગ્ર ઈકોસિસ્ટમ આત્મનિર્ભર બનતી જાય છે.
અમેરિકા અને ભારતની પરિસ્થિતિની તુલના કરતાં, ભારત જ્યાં યુવા પેઢી ઉદ્યોગોમાં જોડાવા માટે ઉત્સુક છે, ત્યાં અમેરિકા હજુ યુવા કાર્યબળના અભાવે સંઘર્ષ કરી રહ્યું છે. ટ્રમ્પનો દાવો ભલે રાજકીય દબાણ માટે હોય, પરંતુ ભવિષ્યના મોબાઇલ ઉત્પાદન હબ તરીકે ભારતની ભૂમિકા હવે પછાડી શકાય તેમ નથી.