અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને તેમની પત્ની વૈનેસા વચ્ચે ઓલ ઈઝ વેલ નથી. બંને વચ્ચે ટુંક સમયમાં જ તલાક થઈ શકે છે. મૉડલ રહી ચુકેલી વૈનેસા ટ્રમ્પે પબ્લિક કોર્ટમાં રાષ્ટ્રપતિના પુત્રથી અલગ થવા માટે ડિવોર્સ ફાઈલ કર્યા છે. જો કે બંન્નેએ વચ્ચે છુટાછેડા લેવાનું કારણ શું છે તેનો ખુલાસો થઈ શક્યો નથી.
ટ્રમ્પના પુત્ર અને વૈનેસા બંને 40 વર્ષના છે. બંનેએ 2005માં લગ્ન કર્યાં હતાં અને તેમના 5 બાળકો છે. ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનમાં એક્ઝિક્યૂટિવ તરીકેની કામગીરી અદા કરતા જૂનિયર ટ્રમ્પ કહ્યું હતું કે, 12 વર્ષના લગ્ન જીવન બાદ અમે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા 5 સુંદર બાળકો છે જે અમારી પ્રાથમિકતા રહેશે.
ડોનાલ્ડ્ર ટમ્પ રાજનીતિમાં આવ્યા તે પહેલા વૈનેસાની જૂનિયર ટ્રમ્પ સાથેની સગાઈ અને લગ્ન ન્યૂયોર્કના માધ્યમોમાં છવાઈ ગયાં હતાં. આ બંનેની સગાઈ પહેલા એવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે કેવી રીતે જૂનિયર ટ્રમ્મ્પે એક જ્વેલરીની દુકાનની બહાર પત્રકારો અને કેમેરા સામે પ્રપોઝ કરવાના બદલામાં મફતમાં હીરાની વીંટી લેવાનો પ્રસ્તાવ સ્વિકારી લીધો હતો.