સંયુકત અરબ અમીરાતના જાણીતા અખબાર અનુસાર દુબઇના તમામ એરપોર્ટ પર ભારતીય રૂપિયામાં લેવડદેવડ કરી શકાશે.ભારતીય મુદ્વાને લેવડદેવડ માટે સ્વીકાર કરવી ભારતથી આવનારા પર્યટકો માટે સારી અહેવાલ છે કારણ કે તેમને રૂપિયાને બીજી મુદ્વામાં પરિવર્તિત કરવાને કારણે મોટી રકમ ગુમાવવી પડતી હતી.
ગલ્ફ ન્યૂઝ સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર ભારતીય મુદ્રા દુબઇ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના તમામ ત્રણેય ટર્મિનલ અને અલ મખ્તુમ હવાઇ અડ્ડા પર સ્વીકાર્ય છે હવાઇ મથક પર ડયુટી ફ્રી દુકાનના એક કર્મચારીએ સમાચાર પત્રને જણાવ્યું હું કે અમે ભારતીય રૂપિયા લેવાનું શરૂ કરી દીધુ છે.
અહેવાલમાં જણાવાયુ છે કે ગત વર્ષ દુબઇ હવાઇ મથકથી લગભગ ૯ કરોડ યાત્રી પસાર થયા હતાં તેમાં ૧.૨૨ કરોડ ભારતીય હતાં ભારતીય યાત્રીઓને આ પહેલા સુધી દુબઇ વિમાની મથક પર ડયુટી ફ્રી દુકાનોથી ખરીદદારી માટે સામાનની કીમત ડોલર,દિરહમ અથવા તો યુરોમાં ચુકવવી પડતી હતી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે રૂપિયો દુબઇમાં ડયુટી ફ્રી દુકાનો પર સ્વીકારવાની ૧૬મી મુદ્રા છે.ડિસેમ્બ ૧૯૮૩માં બીજી મુદ્રાઓનો સ્વીકાર કરવાની શરૂઆત થઇ હતી.