અમેરિકાના સંશોધકોએ વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિને લેબમાં જનીનમાં ફેરફર કરીને ફ્ક્ટ પ્રોટીનમાંથી એવા વાઇરસ બનાવ્યા છે, જે કોરોના જેવા જ છે. તૈયાર કરેલા આ વાઇરસનું નામ VSV (વેસ્ક્યુલર સ્ટોમેટાઇટિસ વાઇરસ) છે. કોરોના જે રીતે શરીરમાં સ્વસ્થ કોષોને નિશાન બનાવે છે, એ જ રીતે આ વીએસવી પણ શરીરમાં સ્વસ્થ કોષો ઉપર હુમલો કરે છે અને તેનાથી શરીરમાં તેની સામે લડવા માટે એન્ટિબોડી પેદા થાય છે. એ બાદ કોરોનાનું સંક્રમણ થાય તો શરીરમાં પેદા થયેલી એન્ટિબોડી કોરોના વાઇરસ સામે લડી લેશે.
સંશોધક શિએન વેલનના મતે આ વીએસવી વાઇરસને સંશોધન માટે ઉપયોગમાં લેવા આર્જેન્ટિના, મેક્સિકો, બ્રાઝિલ, કેનેડા મોકલ્યા છે અને અમેરિકામાં તો છે જ. સંશોધકોના મતે હવે કોરોના વાઇરસ એરોસોલ મારફ્તે પણ ફેલાય છે, તેથી તે એ બારિક કણ જોખમી સાબિત થઇ શકે છે.
આ ડુપ્લિકેટ કોરોના વાઇરસ શરીરને નુકસાન પહોંચાડતો નથી. તેનું જનીન બદલી નખાયું છે. આ વાઇરસ ઢોરઢાંખર, સૂવર અને ઘોડામાં હોય છે. આ વાઇરસ માનવીને ભાગ્યે જ સંક્રમિત કરે છે. જો સંક્રમણ થાય તો પણ તેમાં ફ્લૂના હળવા લક્ષણ ૩ થી ૫ દિવસ દેખાય છે.