પૃથ્વી પર અંદાજે 87 લાખ પ્રજાતિઓના જીવ, જંતુઓ છે. પરંતુ આ ધરતી પર જ એવી એક જગ્યા પણ છે જ્યાં જીવન શક્ય નથી. અહીં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ તેમ છતાં જીવન અહીં શક્ય નથી. આ જગ્યાએ લાખો પ્રજાતિમાંથી કોઈપણ પ્રજાતિ જીવી શકતી નથી.
શિયાળામાં તાપમાન 45 ડિગ્રી
યૂરોપીય શોધકર્તાઓએ ધરતી પર એક એવી જગ્યા શોધી છે જ્યાં પાણી પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ તેમ છતાં જીવન નથી. અહીં શિયાળામાં પણ તાપમાન 45 ડિગ્રી સુધી રહે છે. માનવામાં આવે છે કે અહીંનું વાતાવરણ મંગળ ગ્રહના વાતાવરણ સમાન જ છે. આ જગ્યા છે ઈથિયોપિયામાં
પાણીમાં એસિડ અને હવામાં ઝેરી ગેસ
એક રિપોર્ટ અનુસાર અહીંના પાણી, હવા અને વાતાવરણમાં એસિડ, નમક અને ઝેરી ગેસનું પ્રમાણ વધારે છે. અહીંની પીએચ વેલ્યૂ પણ નેગેટિવ છે. અહીં જીવનની સંભાવના ના બરાબર છે.
જમીન પર દેખાય છે અનેક રંગ
ધરતીનું સૌથી ખતરનાક અને ખરાબ વાતાવરણ અહીં હોય છે. અહીં મેગ્નીશિયમ પ્રચૂર માત્રામાં હોય છે. કારણ કે અહીં તળાવમાં નાના નાના જ્વાળામુખી હોય છે જે વર્ષભર ઝેરી ગેસ અને રસાયણ પાણીમાં છોડે છે. અહીંની જમીન આ લાવાના કારણે રંગબેરંગી દેખાય છે.
2005 પછીથી કોઈ નથી રહ્યું અહીંયા
આ જગ્યાનું નામ ડલોલ જિયોથર્મલ ફીલ્ડ. અહીં જ્વાળામુખી છે જેના કારણે ડનાકિલ તળાવમાં ઝેરી ગેસ, નમક અને એસિડ હોય છે. આ જગ્યાની પાસે રહેલા ગામમાં પણ 2005 પછીથી કોઈ વસવાટ કરતું નથી. અહીં માત્ર શોધકર્તાઓ અને ફોટોગ્રાફર જ આવે છે.