રશિયા અને યુક્રેન વચ્ચે ધમાસામ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્શુયારે ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોમાં યુક્રેનના રસ્તાઓ પર રશિયા દ્વારા ટેન્કથી તમામ લોકો અને વસ્તુઓને કચડીને આગળ વધી રહી હતી. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં રશિયા ટેન્ક દ્વારા રસ્તા પર ચાલી રહેલી કારોને કચડતી આગળ વધી રહી હતી. ત્યારે એક વૃદ્ધ ચમત્કારી બચાવ થયો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે.
આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આપ જોઇ શકો છે કે એક કચડાઇ ગયેલી કારના દરવાજાને લોકો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારને રશિયાના ટેન્ક દ્વારા કચડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ કારમાં સવાર વૃદ્ધનો જીવ બચી ગયો હતો. જોકે, તે કારમાં ફસાયા હતા અને તેને કાઢવાનો યુવકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો.
#Ukraine
A man was taken out alive from a car that was under the tank. ❤️🇺🇦 pic.twitter.com/EYsIno0fwN— Lilit Siminyu (@_Leilaa_23) February 25, 2022
Armored vehicle runs over a civilian car #Ukraine pic.twitter.com/fO5N4l8CBO
— Marios Komnos (@MKomnos) February 25, 2022