બ્રિટનમાં શીતલહેરનો પ્રકોપ હજુ પણ યથાવત છે. સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે. હાલ હવામાન ખાતાએ બરફવર્ષાને ધ્યાનમાં લઇ ચેતવણી જાહેર કરી છે. જેમાં પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે. હવામાન ખાતાએ ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, ખરાબ હવામાન અને ભારે બરફવર્ષાના કારણે વાહનવ્યવહારની સેવા પ્રભાવિત થઇ શકે છે. આ ઉપરાંત વીજ કાપની સંભાવના પણ છે. બુધવાર સુધી ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 8 ઇંચ બરફ પડવાની આગાહી છે. જેથી હેલ્થ ઓફિશિયલે વૃદ્ધો અને બીમાર લોકોને ઘરમાંથી બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ગવર્મેન્ટે સાઉથ ઇસ્ટમાં મુસાફરી કરતાં લોકોને આજે 6 વાગ્યા પહેલાં ઘરે જતાં રહેવાનું એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન ખાતાએ વેધર વોર્નિંગ જાહેર કરી છે, જેમાં બ્રિટનના કેટલાંક રાજ્યોમાં આજે સોમવારથી લઇ બુધવાર સુધી ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે. આ ત્રણ દિવસોમાં તાપમાન -9 ડિગ્રી સે. જશે. આ સિવાય 72 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે બ્રિટનનું તાપમાન -15 ડિગ્રી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.