સાઉથ આફ્રિકાના પ્રેટોરિયા શહેરની એનિમલ હોસ્પિટલે એક શ્વાનનો ફોટો પોસ્ટ કરીને તેના પરાક્રમની સ્ટોરી પોસ્ટ કરી છે. આ પીપર નામના આ શ્વાને તેની માલિકની એન્ગેજમેન્ટ રિંગ ભૂલથી ગળી લીધી હતી. ડોક્ટરે તેના પેટનો એક્સ-રે લઈને ફેસબુક પર પોસ્ટ મૂકી છે. ફોટામાં આ ડોગીને તેની ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો હોય તેવો લાગી રહ્યો છે. ડોક્ટરની ટીમે માલિકની રિંગ શ્વાનના પેટમાંથી કાઢી દીધી છે. વેલી ફાર્મ એનિમલ હોસ્પિટલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, મારું નામ પીપર છે. શું હું તમને નર્વસ લાગી રહ્યો છું? હું એટલે એવો લાગુ છું કારણ કે ડોક્ટરે મને વોમિટ કરાવવા માટે કંઈક કર્યું. હું મારી મમ્મીની એન્ગેજમેન્ટ રિંગ ભૂલથી ગળી ગયો હતો. આ કેમ થયું તે ન પૂછો તે સમયે મને તે આઈડિયા સારો લાગ્યો હતો. એનિમલ હોસ્પિટલે પીપરના પેટના એક્સ-રેનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેના પેટમાં રહેલી રિંગ જોઈ શકાય છે. વેટરનરી ડોક્ટરે પીપરને વોમિટિંગ કરાવીને રિંગ બહાર કાઢી હતી. હોસ્પિટલ ઓથોરિટીએ મીડિયાને જણાવ્યું કે, પીપરએ તેની માલિકની નવી ડાયમંડ રિંગ ગળી લીધી હતી, જે હાલ તેના પેટમાંથી કાઢીને અમે તેના રિયલ માલિકને સોંપી દીધી છે.