રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવના વોટિંગમાં ભાગ ન લેવા પર અમેરિકા, ભારતથી નારાજ નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં રશિયા વિરુદ્ધ મતદાન બાદ અમેરિકાએ ભારતના વલણને OK ગણાવ્યું છે. અમેરિકાએ એવું પણ કહ્યું કે, ભારત અને રશિયા સંબંધમાં આપણાં જેવા નથી. ભારત અમારો મિત્ર છે.
યુક્રેન પર હુમલાને લઈને ગઈકાલે UNSC ની બેઠકમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ થયો હતો. નિંદા પ્રસ્તાવના પક્ષમાં 11 પક્ષમાં અને 1 વોટ વિપક્ષમાં પડ્યો છે. ભારત, ચીન અને UAEએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. સુરક્ષા પરિષદમાં આ પ્રસ્તાવ અમેરિકા તરફથી રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સુરક્ષા પરિષદમાં પાસ થઈ શક્યો નહીં, કારણ કે સ્થાયી સભ્ય રશિયાએ તેના પર વિટો લગાવ્યો હતો. ભારતે વોટ ન કર્યા બાદ એવું માનવામાં આવતું હતું કે, અમેરિકા આ વાતથી નારાજ થઈ જશે. જો કે, એવું થયુ નહીં.
નોધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે એક વળાંક દેખાઈ રહ્યો છે. કિવ પર નિયંત્રણ મેળવવા માટે રશિયન સેના યુક્રેનની સેના સાથે લડી રહી છે. બીજી તરફ કિવ સહિત અન્ય શહેરો પર સતત હુમલા થઈ રહ્યા છે.
દરમિયાન, રશિયન સમાચાર એજન્સીએ કહ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસકી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શાંતિ મંત્રણા કરવા માટે સંમત થયા છે.