યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. રાજધાની કિવ સહિત યુક્રેનના તમામ મહત્વના શહેરોમાં વિસ્ફોટ થયા છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 300 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા 2 વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે.
યુક્રેનના રાષ્ટપતિએ કિવમાં આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા ઘણી ખોટી માહિતી બતાવામાં આવી રહી છે. હું અમારી સેના સાથે જ છું. અમે અમારા હથિયારો મુકીશું નહીં. અમે અમારા રાજ્યનો બચાવ કરીશું.”
⚡️Zelensky posts another video filmed in central Kyiv.
"There's a lot of fake information online that I call on our army to lay down arms, and that there's evacuation," he said.
"I'm here. We won't lay down our arms. We will defend our state." pic.twitter.com/VKVY4XRUip
— The Kyiv Independent (@KyivIndependent) February 26, 2022