“આવનારા 24 કલાક યુદ્ધની પરિસ્થિતીમાં ઘણા મહત્વના રહેશે” યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન
યુક્રેન અને રશિયાનું યુદ્ધ હવે અટકવાનું નામજ નથી લઈ રહ્યું. રશિયામાં વધી રહેલા આક્રમણને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું નિવેદન આપ્યું છે કે યુદ્ધમાં આવનારા 24 કલાક ઘણા મહત્વના રહેશે.
અમેરિકા અને જર્મનીએ પણ યુક્રેનને સ્ટિંગર મિસાઈલ અને અન્ય હથિયાર આપવાનો નિર્ણય લીધો હતો. રશિયા દ્વારા સતત યુક્રેનના કીવ અને ખારકિવમાં હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. સાથે જ રશિયાએ હવે પરમાણું હુમલો કરવાની પણ તૈયારીઓ કરી લીધી છે.
24 કલાક ઘણા મહત્વના રહેશે
રશિયાના વધી રહેલા આક્રમણને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું નિવેદન આપ્યું છે કે યુદ્ધમાં આવનારા 24 કલાક ઘણા મહત્વના રહેશે. રશિયા અને યુક્રેનની સેનાઓ શહેરમાં આમને સામને લડી રહી છે. જેમા યુક્રેનની સેના રશિયાને પૂરેપૂરી ટક્કર આપી રહી છે.