વર્જીનિયામાં એક પરિવારને રસ્તામાંથી 1 મિલિયન ડોલર એટલે કે સાડા સાત કરોડ રૂપિયા ભરેલો થેલો મળ્યો. આ પરિવારે પળવારનો પણ વિચાર કર્યા વગર લોકલ પોલીસને ફોન કરીને બેગ પરત કરી દીધી.એમિલી સ્કેન્ત્ઝે કેરોલિન કાઉન્ટી પોલીસને જણાવ્યું કે, હું શનિવારે મારા પરિવાર સાથે કાર લઇને બહાર જઈ રહી હતી. તે દરમિયાન રસ્તા પર અમે એક બેગ જોઈ. આ બેગમાં કચરો ભરેલો હોય તેવું લાગ્યું. અમે આ બેગને રસ્તા પરથી સાઈડમાં કરી. બેગને અમારા ઘરની નજીક જ ફેંકી હતી.
થોડી વાર પછી અમે જોયું તો ખબર પડી કે તેમાં પ્લાસ્ટિકના કચરાની સાથે ડોલર હતા. મેજર સ્કોટ મોસરે કહ્યું કે, વર્જીનિયાના પરિવારની પ્રામાણિકતાને લીધે આ મિલિયન ડોલર અમારી સાથે પરત આવ્યા છે. દુનિયામાં હજુ પણ પ્રામાણિક લોકો છે. એમિલીના પરિવારને અમે સલામ કરીએ છીએ. જો કે, રસ્તા પર કેટલા ડોલર પડી ગયા છે તેની માહિતી હજુ સામે આવી નથી. પોલીસ હાલ આ ડોલરના માલિકની તપાસ કરી રહી છે.