લોકો કોરોનાથી કઈ રીતે બચવું તેના માટે તર્ક-વિતર્ક વિચારી રહ્યા છે ત્યારે સિડની શહેરના એક યુવકની બદલ પોલીસે ધરપકડ કરી છે. 10 મેના રોજ 25 વર્ષનો યુવક અડધી રાત્રે ડાઇનસૉરની ખોપરી સાથે સેલ્ફી લેવા માટે મ્યૂઝિયમમાં ઘુસ્યો હતો. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે જણાવ્યું કે, 25 વર્ષનો યુવક રાત્રે 1 વાગ્યે ઓસ્ટ્રેલિયન મ્યૂઝિયમમાં ઘૂસ્યો હતો. 40 મિનિટ સુધી મ્યૂઝિયમમાં આંટા માર્યા.
તે ડાઇનસૉરની ખોપરી પાસે ગયો અને તેના ખુલ્લા મોઢા વચ્ચે માથું રાખીને સેલ્ફી લીધી. મ્યૂઝિયમમાંથી તે એક આર્ટવર્ક અને કાઉબોય હેટ પણ ચોરી કરીને લઇ ગયો હતો. આ યુવક મ્યૂઝિયમના CCTV કેમેરામાં ઝડપાઈ ગયો હતો. બંધ મ્યૂઝિયમમાં ઘૂસવા અને ચોરી કરવા બદલ તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.