ચીનમાં સ્કૂલ હોસ્ટેલમાં વિસ્ફોટ બાદ આગને કારણે 13ના મોત: ચીનમાં એક સ્કૂલ હોસ્ટેલમાં એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. ચીનના હેનાન પ્રાંતમાં એક શાળાના શયનગૃહમાં આગ લાગી હતી, જેમાં 13 લોકોના મોત થયા હતા. સિન્હુઆ સ્ટેટ ન્યૂઝ એજન્સીએ આ અંગે માહિતી આપી છે. આ ઘટના મધ્ય ચીનમાં બની હતી. શુક્રવારે રાત્રે જ્યાં આ દુર્ઘટના થઈ તે જગ્યાએ નાના બાળકોની શાળા હતી. આ શાળા હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં હતી.
બીબીસીએ ચાઈના ડેઈલીને ટાંકીને કહ્યું કે તે એક ખાનગી શાળા હતી જેમાં નર્સરી અને પ્રાથમિક વર્ગના બાળકો અભ્યાસ કરતા હતા. આ મામલામાં નાન્યાંગ શહેરની નજીક સ્થિત શાળાના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. તેના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.