આ કપલ એક સમયે મા અને પુત્ર હતા હવે પતિ પત્ની બની ગયા છે. માનવામાં નથી આવતું પણ સાચી વાત છે. વિચારીને થોડું અજીબ લાગે અને આજ કારણ છે કે સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ કપલનો પ્રેગેન્સી ટેસ્ટ પોઝિટિવ આવવાની ખુશી વ્યક્ત કરતો વીડિયો બનાવવામાં આવ્યો છે. અને પ્રેગ્નેંસી ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી બંને ખૂબ જ ખુશ છે. આ પ્રેગ્નેંસી ટેસ્ટ પોઝિટલ આવ્યા પછી મરીનાએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે કે તે જલ્દી જ માં બનવાની છે.
રશિયાના સ્વાવયંક ઑન કુબાનના રહેનારી વ્લાદિમીર મરીનાના સાતેલા પુત્ર છે. આ પહેલા મરીનાના લગ્ન વ્લાદિમીરના પિતા અલેક્સી શૈવરિન સાથે થયા હતા. પણ શેવરિનથી તેમના છૂટાછેડા થઇ ગયા અને તે પછી વ્લાદિમીર અને મરીના એકબીજાના નજીક આવી ગયા. ઉલ્લેખનીય છે કે વ્લાદિમીરની ઉંમર 20 વર્ષની છે. અને અલેક્સીનું કહેવું છે કે મરીના જાણી જોઇને તેના પુત્રને પ્રેમજાળમાં ફસાવી રહી છે. તેને ખબર છે કે વ્લાદિમીરની કોઇ ગર્લફ્રેન્ડ નથી. જો કે હાલ તો વ્લાદિમીર અને મરીના તેમના નવા બાળકના આવવાની ખુશીથી ખૂબ જ ખુશ છે.