જાપાની પ્લેન ટેક ઓફ કર્યા બાદ કોકપિટની બારીમાં ક્રેક દેખાઈ હતી, ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જાપાનમાં એક પ્લેન ટેક ઓફ કર્યા બાદ તેની કોકપીટની બારીમાં તિરાડ જોવા મળી હતી. આ પછી વિમાનને એરપોર્ટ તરફ પાછું વાળવામાં આવ્યું હતું. પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.
મળતી માહિતી મુજબ, જાપાનની ઓલ નિપ્પોન એરવેઝના બોઈંગ 737 એરક્રાફ્ટની કોકપિટની બારી તૂટી ગઈ હતી, આ માહિતી કંટ્રોલ રૂમને આપવામાં આવ્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્લેન ટેકઓફના થોડા સમય બાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું લેન્ડ થયું હતું.
ફ્લાઇટ 1182 તોયામા એરપોર્ટ તરફ જતી હતી પરંતુ લગભગ 11:20 વાગ્યે સાપોરો-ન્યૂ ચિટોઝ એરપોર્ટ પર પાછી લેન્ડ થઈ હતી. આ વિમાનમાં 59 મુસાફરો તેમજ છ ક્રૂ મેમ્બર સવાર હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.