Accident:અમેરિકામાં ભયાનક કાર અકસ્માતમાં ગુજરાતની ત્રણ મહિલાઓના મોત થયા છે. આ ત્રણેય મહિલાઓ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ ગુજરાતના આણંદ જિલ્લાની રહેવાસી હતી. સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં તેમની એસયુવી કાર પુલ પરથી નીચે રોડવે પર પડી ત્યારે મહિલાઓનું મૃત્યુ થયું હતું. ગ્રીનવિલે કાઉન્ટી કોરોનર ઑફિસના અહેવાલો અનુસાર, SUV I-85 પર ઉત્તર તરફની મુસાફરી કરતી વખતે તમામ લેનમાં ફરતી હતી, પછી લેન પરથી ઉતરી ગઈ હતી અને પુલની વિરુદ્ધ બાજુના ઝાડ સાથે અથડાતા પહેલા ઓછામાં ઓછા 20 ફૂટ હવામાં કૂદી ગઈ હતી.
ચીફ ડેપ્યુટી કોરોનર માઈક એલિસે કહ્યું કે સ્પષ્ટ છે કે તેઓ પોસ્ટ કરેલી સ્પીડ લિમિટ કરતા વધારે ડ્રાઇવ કરી રહ્યા હતા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ માર્ગ અકસ્માતમાં અન્ય કોઈ કાર સામેલ નથી. કાર ઝાડ પર ફસાયેલી મળી આવી હતી, અનેક ટુકડાઓમાં વિખેરાઈ ગઈ હતી. ઝાડ સાથે કાર અથડાતા તેના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા.
રોડ અકસ્માતનો ઉલ્લેખ કરતાં એલિસે કહ્યું, “આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. તમે ભાગ્યે જ જોશો કે કોઈ કાર આટલી વધુ સ્પીડથી રોડ પરથી નીકળતી હોય કે તે ટ્રાફિકની 4-6 લેન ઓળંગે અને ઝાડ સાથ અથડાઈને લગભગ 20 ફૂટની ઊંચાઈએ ફંગોળાઈ જાય.
દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલો વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેની સ્થિતિ ડામાડોળ છે. કારની ઓળખ પ્રણાલીએ પરિવારના કેટલાક સભ્યોને અકસ્માત અંગે જાણકારી આપી હતી, જેણે પછી દક્ષિણ કેરોલિનામાં સ્થાનિક અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી.