નવી દિલ્હી : ભારત માટે એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભૂતપૂર્વ એથ્લેટ ઇકબાલ સિંહની પત્ની અને માતાની હત્યાના મામલે અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે.
‘ધ ફિલાડેલ્ફિયા ઇન્કવાયરર’ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, પેન્સિલ્વેનિયાના ડેલવેર કાઉન્ટીમાં રહેતા 62 વર્ષિય ઇકબાલસિંહે રવિવારે સવારે પોલીસને બોલાવી પોતાનો ગુનો કબૂલ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે પોલીસ ન્યૂટાઉન ટાઉનશીપમાં ઇકબાલના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેણે જોયું કે તે લોહીથી લથપથ હતો અને તેણે પોતાને પણ ઈજા પહોંચાડી હતી. ઘરની અંદર બે મહિલાઓની લાશ પડી હતી.
તે કહે છે કે ઇકબાલ પર સોમવારે હત્યાનો આરોપ મૂકાયો હતો અને તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આક્ષેપોનું સ્વરૂપ જોતાં તેમને જામીન મળ્યા નહીં, સાથે સાથે પોતાનો બચાવ કરવા માટે કોઈ વકીલનો ઉપયોગ કર્યો નથી.
ઇકબાલ શોટ પુટ (ગોળા ફેંક) એથ્લેટ હતો અને 1983માં કુવૈતમાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. આ તેની રમવાની કારકીર્દિની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. આ પછી, તે અમેરિકા સ્થાયી થયો.
યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ટેક્સી કેબ ડ્રાઇવરનું કામ કરતો હતો. એનબીસી ન્યૂઝના અહેવાલ મુજબ ઇકબાલને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે પોલીસ કસ્ટડીમાં છે.