સેન ફ્રાંસિસ્કોઃ ફેસબુકે કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બે વર્ષ માટે સસ્પેન્ડ કરી રહ્યું છે કારણ કે તેની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે છ જાન્યુઆરી કેપિટલ બિલ્ડિંગ ઉપર હુમલા પહેલા તેમણે હિંસાનો પ્રોત્સાહન આપ્યું હતું. ફેસબુકના ઉપાધ્યક્ષ નિક ક્લેગની એક પોસ્ટમાં શુક્રવારે કહેવામાં આવ્યું છે કે આ અવધીના અંત બાદ આ આકલન કરવા માટે વિશેષજ્ઞોનો સહારો લેવામાં આવશે કે સાર્વજનિક સુરક્ષાનું જોખમ ઓછું થયું છે કે નહીં.
ફેસુબકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક જુકરબર્ગની એ વિવાદિત નીતિને ખતમ કરવાની યોજના છે જેમાં નેતા સ્વતઃ જ ધૃણા અપરાધના નિયમોથી બચી જતા હતા. કંપનીનું કહેવું છે કે જે નીતિ ટ્રમ્પ ઉપર ક્યારે લાગુ ન્હોતી કરવામાં આવી.
આ પહેલા કેપિટલ દંગાના સમયે જાન્યુઆરી મહિનામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર, યુટ્યૂબ એકાઉન્ટ થોડા દિવસ માટે સસ્પેન્ડ કર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદથી હટ્યા પછી સમાચારોમાં છવાયેલા રહ્યા હતા. તાજેતરમાં તેમણે ચીન ઉપર હુમલો કરીને કહ્યું હતું કે દુનિયાના લોકો હવે એવું માનવા લાગ્યા છે કે કોરોનાના લઈને મેં જે વાત કહી છે તે યોગ્ય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી દુનિયાભરમાં કોરોના ફેલાવવા માટે ચીનને જ જવાબદાર ઠેરવ્યું હતું. અને નુકસાન માટે વળતર આપવાની પણ વાત કહી હતી.