દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ ફ્રેડી બ્લોમનું 116મો જન્મ દિવસ મનાવ્યાના ચાર મહિના બાદ નિધન થઇ ગયું છે. 8 મે 1904ના રોજ જન્મેલા દક્ષિણ આફ્રિકાના ફ્રેડી બ્લોમની આ દુનિયામાંથી જતા પહેલાં એક ઇચ્છા કોરોના વાયરસના લીધે પૂરી થઇ શકી નહીં અને ઇચ્છા અધૂરી રહી ગઇ. ફ્રેડીને સિગરેટ પીવાનો ખૂબ શોખ હતો પરંતુ કોરોના વાયરસના લીધે તમાકું મળતું નહોતું તેના લીધે સિગરેટ બનાવી શકયા નહીં.
પોતાનો 116મો જન્મદિવસ મનાવ્યા બાદ ફ્રેડીએ કહ્યું હતું કે હું ઇશ્વરની કૃપાથી આટલા દિવસ સુધી જીવતો છું. સ્થાનિક મીડિયાના મતે કોરોના વાયરસના લીધે સાઉથ આફ્રિકામાં લોકડાઉન લાગેલું છે. તેના લીધે તેઓ સિગરેટ બનાવા માટે તમાકુ ખરીદી શકયા નહીં. આથી જન્મદિવસ પર તેમની સિગરેટ પીવાની ઇચ્છા અધૂરી રહી ગઇ. 116મા બર્થડે પર તેમની એકમાત્ર ઇચ્છા સિગરેટ પીવાની હતી.